Gujarat

વિસાવદરમાં ગાઠાણી જૈન હોસ્પિટલમાં વિના મૂલ્ય નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન..

વિસાવદરમાં ગાઠાણી જૈન હોસ્પિટલમાં વિના મૂલ્ય નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન..

વિસાવદર શ્રીવર્ધમાન સેવા સંઘશ્રી ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તથા શ્રીમતી પ્રવિણાબેન ન્યાલચંદ ગોપાણીના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન તથા સારવાર કેન્દ્ર વિસાવદર દ્વારા આગમ દિવાકર જનકમુનિ મહારાજ સાહેબની ૯૨ મી જન્મ જયંતિ તેમજ શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મહારાજના આશીર્વાદ સાથે તા.૧૧-૮- ૨૦૨૪ ના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ગાઠાણી હોસ્પિટલ વિસાવદર મુકામે નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરેલ છે.
આ કેમ્પમાં તબીબ ક્ષેત્રના નિષ્ણાંત ડૉ.વિપુલ માકડીયા તથા ડૉ. બ્રિજેશ પટેલ દ્વારા આંખના રોગો જેવા કે મોતિયો, પરવાળા, વેલ, જામર વગેરેનું નિદાન કરી, ઓપરેશન લાયક જરૂરિયાતવાળા દર્દીઓને ફેકો મશીનથી ગાઠાણી હોસ્પિટલ વિસાવદર મુકામે નેત્રમણી આરોપણ કરી આપવામાં આવશે. તેમજ હાડકા, સ્નાયુ સાંધા, મણકા, કમર, ગરદન વગેરેની તપાસ ડૉ.દેવમ દવે (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) તથા ડૉ.ચંદ્રેશ વેકરીયા (હાડકાના સર્જન) દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે તો જરૂરિયાત વાળા દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા વિસાવદર ગાઠાણી હોસ્પિટલના મુખ્ય વ્યવસ્થાપક અતુલ શાહની અખબારી યાદી જણાવે છે.

સી. વી. જોશી વિસાવદર