ઝિંઝુવાડા પો.સ્ટે.વિસ્તારના આદરણીયા ગામમાંથી ગે.કા.ચાઇનીઝ દોરીના ટેલર નંગ-૧૯૨ કિં.રૂા.૧૯,૨૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર
આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય જીલ્લા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ હતાં ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી, હ્યુમનસોર્સની મદદથી વધુમાં વધુ આવા પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા જીલ્લા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ચેકીંગ કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર એલ.સી.બી.ટીમ દ્વારા પેટોલીંગ દરમ્યાન હકીકત મળેલ કે આદરણીયા ગામ ની અંદર થી એક ઇસમ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના બોક્ષ લઇને ઉભો છે. તેવી ચોકકસ બાતમી રાહે હકીકત મળેલ હોય જે હકીકત જે જગ્યાએ રેઇડ કરતા ત્યાં આરોપીઓના કબજામાંથી ગેરકાયદેસર પ્લાની ચાઇનીઝ દોરીના ટેલર નંગ-૧૯૨ કીમત રૂપિયા ૧૯,૨૦૦/- ની ગેર કાયદેસર મુદ્દામાલ મળી આવેલ જેથી મજકુર ઇસમોએ સુરેન્દ્રનગર જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ઝિંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
> કબજે કરેલ મુદામાલ-
(૧) ચાઇનીઝ દોરીના ટેલર નંગ-૧૯૨ કીમત રૂપિયા ૧૯,૨૦૦/-
પકડાયેલ ઇસમ-
(૧) ગહેશભાઇ ભોપાભાઈ ઠાકોર રહે.દશાડા શખેસ્વરીયા વાસ તા.પાટડી
(૨) મયુરભાઈ નનુભાઈ દેસાઈ રહે.આદરણીયા તા.પાટડી
રિપોર્ટર જયેશભાઇ મોરી