મહિલા અધ્યાપન મંદિર માં ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો
ગણપતિ વિસર્જન ના પ્રસંગે અધ્યાપન મંદિરની વિધાર્થીની બહેનો એ મરાઠી સાડી પહેરી અને ગણપતિ બાપાની પૂજા કરી હતી અને આ દિવસે બાપાને 56 ભોગ પણ ચડાવવામાં આવ્યો હતો. અધ્યાપન મંદિર માં ૧૦ દિવસ ગણપતિ બાપા ને લાવ્યા એ દરમિયાન દરરોજ પૂજા આરતી વિધાર્થીની બહેનો દ્વારા જ કરવામાં આવતી હતી. જેવી રીતે ગણેશચતુર્થીના દિવસે ગણપતિ બાપાના આગમનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેવી જ રીતે ગણેશ વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. અને ગણપતી બાપા આવતા વર્ષે ફરી વાર આવે તેવી વિધાર્થીની બહેનો એ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અધ્યાપન મંદિર ના આચાર્ય શ્રી બાબુભાઈ ચાવડા, અધ્યાપક શ્રી રવિભાઈ મહેતા, ભાવેશભાઈ કાકલોતર અને સ્ટાફગણ ના બહેન શ્રી રેણુકા અરુણબેન ગણપતિ વિસર્જન માં જોડાયા હતા.