યાત્રાધામ દ્વારકા નજીક ટુંપણી ગામે ચરણગંગા ધામમાં ગંગા દસેરા મહોત્સવ અંતર્ગત શ્રેણીબધ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 7 મી જુનના ગંગાપૂજન ઉપરાંત તા.15મી જુન સુધી ભજન-કીર્તન તથા ગંગા આરતી થઇ રહી છે. આગામી તા.16 મીના સવારે 7.00 થી 10.00 દરમ્યાન કાન-ગોપીરાસ ઉજવાશે.સવારે 9.00 કલાકે વિષ્ણુયજ્ઞનો પ્રારંભ થશે.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દરરોજ પ્રસાદનું વિતરણ કરાય છે. મહાપ્રસાદ તા.16 મી જુને બપોરે 1.00 કલાકે રાખેલ છે. યજ્ઞના યજમાનપદે દ્વારકાના દેવસીભાઈ માલદેવભાઈ ચાવડા પરિવાર તથા યજ્ઞ આચાર્ય તરીકે ગુરૂ ઘનશ્યામ પુરોહિત દ્વારકાવાળા ઉપસ્થિત રહેશે.
સમગ્ર ધર્મોત્સવનો લાભ લેવા દ્વારકાધીશ સંત મહામંડળ દ્વારા અનુરોધ કરાયો છે. ચરણગંગાનું પૌરાણિક મહત્વ દર્શાવવા માટે ચરણગંગા ધામ ટુંપણીમાં ગંગા દશેરા પર્વ દરમ્યાન વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે પૂજન-અર્ચન થઈ રહયા છે.
સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે સ્વામી અચ્યુતાનંદ સરસ્વતી, મહંત પુરૂષોતમભારથી, મહંત ભાસ્કરાનંદભારથી, મહંત અનીલગીરી, મહંત બલભદ્રગીરી, મહંત રામચંદ્રપુરી, મહંત શોભાનાથ, મહંત મહાદેવગીરી, મહંત કરણપુરી, મહંત માતાજી કૃષ્ણપ્રિયાનંદ સરસ્વતી, મહંત લક્ષ્મણદાસ, મહંત ગૌતમભારથી, મહંત વ્રજમોહનભારથી, મહંત વશિષ્ઠપુરી, મહંત વિકટમુનિ તથા અન્ય સંતો તેમજ ટુંપણીના ગ્રામજનો જહેમત ઉઠાવી રહયા છે.

