Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ  વી. એસ. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી

તારીખ- ૧૧-૧૨-૨૪ ના રોજ  શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ગીતા જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિન નિમિત્તે શાળાના પ્રાર્થના હોલમાં વિદ્યાર્થીની બહેન નિમાવત તન્વીબેન દ્વારા સરસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું તથા આચાર્યા  ઉષાબેન બી. તેરૈયાએ વિદ્યાર્થીનીઓને આજના પવિત્ર દિવસે ગીતા ઉપદેશ સાથે કર્મના સિદ્ધાંત વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
શાળાના શિક્ષક ભાઈઓએ પણ ગીતા ઉપદેશ અને વર્તમાનમાં પણ ગીતાની જરૂરિયાત વિશે  શિક્ષક  કિરીટભાઈ હિંગુ, હિતેશભાઈ ઢાપા, ભરતભાઈ બાવળીયા, ભરતભાઈ ગામીએ ગીતા વિશે વિદ્યાર્થીની બહેનોને માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ સારી રીતે સફળ થયો હતો એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા