Gujarat

જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ ડભોઈ વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લીધી

સ્ટ્રોંગરૂમ, મતદાન મથક અને એસ.એસ.ટી.ની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે.
જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સુમિત ગજભીયે એ ૧૪૦-ડભોઈ વિધાનસભા મતદાર વિભાગમાં કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત ગુજરેશ્વર કુમારપાળ જૈન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તથા માતૃશ્રી પરસનબેન સી. દેસાઈ ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્વ. મધવલાલ ફુલશંકર વૈદ્ય સેલ્ફ ફાયનાન્સ લો કોલેજ સહિતના મતદાન મથકની મુલાકાત લીધી.
આ મુલાકાત સમયે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સાથે સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.