Gujarat

બી.આર.સી. જામનગર અંતર્ગત વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો

બી. આર. સી. જામનગર અંતર્ગત કુલ 27 સી.આર.સી.ની 244 સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તારીખ 26થી 28 જૂન 2024 દરમિયાન કુલ 14 રૂટમાં જિલ્લા તેમજ રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપરાંત જિલ્લા કક્ષાના પદાધિકારીઓ દ્વારા યોજવામાં આવ્યો છે.

જેમાં જિલ્લાકક્ષાના રુટમાં જિલ્લા પંચાયત જામનગર તેમજ અન્ય વિભાગના જિલ્લાકક્ષાના ક્લાસ વન અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારનો મહત્વનો કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવમાં સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ NMMS મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, cet (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) PSE, ગુણોત્સવ એક્રિડેશન, શાળાના રૂમનું બાંધકામ, ટ્રાન્સપોર્ટેશન સુવિધા, સો ટકા નામાંકન, ઝીરો ટકા ડ્રોપ આઉટ રેટ, એકમ કસોટી, સત્રાંત પરીક્ષા તેમજ વાર્ષિક કસોટીના આધારે ગુણાંકન, બાળમેળા, લાઇફસ્કીલમેળા, કલા ઉત્સવ, ખેલ મહાકુંભ જેવી શૈક્ષણિક બહુવિધ યોજનાઓના સમન્વય સાથેના કાર્યક્રમ અંગેની શાળાની સિદ્ધિ આ પ્રવેશોત્સવ દરમિયાન એસ.એમ.સીના સભ્યો તેમજ ગ્રામજનો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી છે.