રાજકોટમાં હ્રદય કંપાવતી આગની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં ઘણા લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં એક પછી એક મૃત્યુ આંક સામે આવી રહ્યો છે. હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે.
ઘટનાની જાણ થતા જ સૌ કોઇ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે નોંધનીય છે કે, વેકેશન હોવાથી ગેમઝોનમા બાળકો સહિત લોકોની સંખ્યા વધુ હતી. દૂર દૂરથી લોકો મજા માણવા આવ્યા હતા. જેમાં ગોંડલથી પણ ઘણા લોકો ગયા હોવાની વિગત છે.
ત્યારે ગોંડલના ધારાસભ્ય લોકોની વ્હારે આવ્યા છે તેમણે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગની બનેલી દુર્ઘટનામાં ગોંડલ અથવા ગોંડલ તાલુકાના કોઈપણ વ્યક્તિ આ દુર્ઘટનામાં ફસાયા હોય અને કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત જણાય તો ગોંડલના ધારાસભ્યના સુપુત્ર ગણેશભાઈ જાડેજાને 7041011111 અને ગોંડલ ધારાસભ્યના પી.એ નિલેશભાઈ જેઠવા 7405446916 નંબર પર સંપર્ક કરવા વિનંતી કરી છે.


