વડતાલ ખાતે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે આ ઐતિહાસિક પળના સાક્ષિમા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહોત્સવમાં સહભાગી થયા છે. ગતરોજ વડાપ્રધાને વર્ચ્યુઅલ રીતે મહોત્સવમાં જોડાયા હતા અને લાખો હરિભક્તોને સંબોધ્યા હતા. ત્યારે આજે રાજ્યપાલ આ મહોત્સવમાં સામેલ થતાં મહોત્સવને ચાંદચાંદ લાગ્યા છે. તો બીજી તરફ ગોપાળાનંદ સ્વામીના આસને 47 સંતોએ ત્યાગાશ્રમની દીક્ષા લીધી છે.
વડતાલમાં ઐતિહાસિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે આ મહોત્સવના છઠ્ઠા દિવસે મંગળવારે રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. આ પ્રસંગે વડતાલ દેશના આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ સાથે બંને લાલજી મહારાજ અન્ય સાધુ સંતો તેમજ અગ્રણીઓ જોડાયા હતા. રાજ્યપાલે સભામંડપ પૂર્વે મહોત્સવ સ્થળે 7 વિઘા જમીનમાં તૈયાર થયેલું ‘ગૌ મહિમા દર્શન’ પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ બાદ રાજ્યપાલ સભામંડપમાં આવ્યા હતા. જ્યાં તેમનુ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાદ રાજ્યપાલે પોતાના ઉદબોધનમા જણાવ્યું કે, આજે આ અવસરે હું સદભાગ્ય માનુ છું, આ સંસ્થા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખે છે. આ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાખો હરિભક્તો ધર્મલાભ લઈ રહ્યા છે. સમાજ સેવાનો કોઈ એવા ક્ષેત્ર નથી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય ન હોય, જનકલ્યાણના અભિયાનમાં હંમેશા આ સંસ્થા આગળ રહી છે. ભારતની જે સંસ્કૃતિ છે એ ખરેખર આધ્યાત્મિક સંસ્કૃતિ છે. જીવન જીવવાની વ્યાખ્યા તેમણે જણાવી હતી. એક પ્રંસગ ટાંકીને તેમણે જણાવ્યું કે, ધન, વૈભવ, લાલચ ન કરવી જોઈએ, દુનીયા એક બીજાના સ્વાર્થ સાથે જોડાયેલી છે. સમાજ સેવાના કામો કરો, કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કર્યા હતા. ભારતને વિશ્વ ગુરુ બનાવવા હાકલ કરી છે.
આજે છઠ્ઠા દિવસે સંતદીક્ષા, ધર્મદેવ જન્મોત્સવનું પણ આયોજન પણ કરાયું છે. જેમાં મંદિર પરિસરમાં ગોપાળાનંદ સ્વામીના આસને 47 સંતો ત્યાગાશ્રમની દીક્ષા લીધી છે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજે દીક્ષાર્થીઓને જનોઈ અર્પણ કરી મંત્રો આપ્યા અને દીક્ષા આપી છે. આ સાથે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી દ્વારા દીક્ષિત સંતોની સંખ્યા 900ને પાર પહોંચી છે. આ દિક્ષા લીધેલ 47 સંતો પૈકી 8થી વધારે સંત એન્જિનિયર છે.
વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે મંગળવારના યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા લીધી હતી. મહત્ત્વનું છે કે, ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી.
ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ 200મો કાર્તકી સમૈયો અને વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. 7થી 15 નવેમ્બર 2024 સુધી ચાલનારા આ મહોત્સવમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા-સાધના માટે શ્રીહરિકૃષ્ણ મહારાજને સમર્પિત કર્યુ છે. જેમાં ઉચ્ચ અભ્યાસ કરનારા સહિત પ્રિન્સિપાલે હરિકૃષ્ણ મહારજની સેવામાં તેમનું જીવન સમર્પિત કર્યું છે.
સંપ્રદાયમાં આ પાર્ષદ-સંતો ઉચ્ચ ડિગ્રી ધરાવે છે
- પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ.
- પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ.
- પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed. Principal) સાધુ ધરચરણદાસ.
- પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed., Principal) સાધુ શ્રીધરચરણદાસ.
- પાર્ષદ પ્રિયાંશુ ભગત (Soft. Eng.) સાધુ પરમચૈતન્યદાસ.
- પાર્ષદ શ્રેય ભગત (BCA) સાધુ શ્રેયસ્વરૂપદાસ.
- પાર્ષદ શ્રેય ભગત (BCA) સાધુ શ્રેયસ્વરૂપદાસ.
- પાર્ષદ ધ્રુવ ભગત (B.Com) સાધુ મૂર્તિજીવનદાસ.
- પાર્ષદ પ્રિયંક ભગત (B.Com) હવે સાધુ પ્રબોધજીવનદાસ.
- પાર્ષદ હિતાર્થ ભગત (BBA) સાધુ હરિદેવચરણદાસ.
- પાર્ષદ જેનીશ ભગત (12 Sci.) સાધુ જયતીર્થદાસ.