Gujarat

લીલીયામાં સરકારી કચેરીઓ, શાળા અને સહકારી બેંકો પાસે ફાયર એનઓસી જ નથી

વિવિધ સમાજની વાડી અને હોટેલમાં પણ ફાયર સેફટીની કોઈ સુવિધા નહી: નોટિસ અપાઇ
લીલીયામોટા ના સ્થાનિક મામલતદાર દેસાઈ અને સ્ટાફ દ્વારા જુદાજુદા સ્થળે રાજકોટ ની ઘટના ને ધ્યાને લઇ ને  અલગ અલગ સરકારી કચેરી ઓ સહકારી કચેરી ઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લીલીયા તાલુકા સેવા સદન, રજીસ્ટાર કચેરી, ગ્રામ પંચાયત કચેરી, સ્થાનિક હોટેલ, મંદિરો અને વિવિધ સમાજની વાડી ઉપરાંત શાળા અને છાત્રાલયો, પુરવઠા નિગમના ગોડાઉન અને સરકારી બેંકો સહિતની એકપણ સંસ્થામા ફાયર સેફટી ની પુરતી સુવિધા જોવા મળી ન હતી. આના પગલે સ્થાનિક મામલતદાર દેસાઈ, નાયબ મામલતદાર વી.કે. મહેતા, પંકજભાઈ બારૈયા, રવિભાઈ  તથા રેવન્યુ તલાટી મંત્રી વિગેરેએ સ્થળ ચકાસણી બાદ આ તમામ સંસ્થાઓને નોટીસ આપી હતી અને બે દિવસની અંદર ફાયર સેફટીના પુરતા સાધનો વસાવી લેવા તાકિદ કરી હતી.સમગ્ર અમરેલી જિલ્લામા લોકોની અવર જવર અને ભીડભાડવાળા ક્ષેત્રો અને બિલ્ડીંગમા ફાયર સેફટીની સુવિધા અંગે ચકાસણી ચાલી રહી છે. ત્યારે લીલીયામા આવી ચકાસણી કરાતા એકપણ સંસ્થા પાસે ફાયર સેફ્ટીની કોઈ પુરતી સુવિધા ન હોવાનુ બહાર આવ્યુ હતુ. જેને પગલે તંત્ર દ્વારા નોટીસ ઇસ્યુ કરી બે દિવસમાં ફાયરના સાધનો વસાવવા નું જણાવવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે