સ્વતંત્ર ભારત ના ૭૭વર્ષ પૂર્ણ થતાં ૭૮માં સ્વતંત્રતા દિન ની ઉજવણી રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલીમોટી ખાતેના 220કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે અઘિકારી તેમજ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ ઇજનેર આર જે રાવલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.અને આ દરમિયાન નાયબ ઇજેનર એમ એચ ગજેરા, કે એમ રાઠોડ તેમજ જુનિઅર ઇજનેર વી એ હદવાણી, એસ એ ડાભી સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દરેકે રાષ્ટ્રગીત ગાય તીરંગાને સલામી આપી સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરી હતી.

તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીરગતિ પ્રાપ્ત થયેલ જવાનો યાદ કરી સલામી આપતા ભારત માતા કી જય ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશ- ભક્તિ મય થઈ ગયુ હતુ.આ પર્વ નિમિતે પાનેલી સબસ્ટેશન ના અધિકારી ઓએ કર્મચારીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે આપણે સ્વાતંત્ર્ય સેનાની ઓએ તેમજ દેશના વીર સૈનિક ઓ આપેલા બલિદાન ને અને મહાન દેશ ભક્તો ને ક્યારે ભૂલવા ન જોઈએ.દરેક વ્યકિત એ રાષ્ટ્રના વિકાસ માં કાર્ય કરી વિકસીત રાષ્ટ્ર ના નિમાર્ણ માં પોતાનું યોગદાન આપવું જોઈએ.આમ ખુબજ હર્ષ ઉલાસ સાથે ઉત્સવ ની જેમ ૭૮ મો સ્વતંત્રતા દિવસ ઉજવામાં આવ્યો હતો.

