Gujarat

શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ તા.૨૦/૭/૨૦૨૪ ને શનિવાર ગુરુપૂર્ણિમા ના આગલા દિવસે પ.પૂ.શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ – પાળીયાદ સંચાલીત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવેલ…
વિહળ વિધાપીઠ સંસ્થા ખાતે પૂજ્ય બા શ્રી અને પૂજ્ય શ્રી ભયલુબાપુ નુ ભવ્ય દીવ્ય સ્વાગત કરવામા આવ્યું તેમજ વિદ્યાપીઠ ના સંચાલક અને ટ્રસ્ટીશ્રી તેમજ શિક્ષક ગણ દ્વારા ફુલહાર સાલ તેમજ સ્મૃતિ મોમેન્ટો આપી સ્વાગત સત્કાર કરવામાં આવેલ…
વિહળ વિદ્યાપીઠ ના બાળકો વિધાર્થીઓ ને સંસ્થા ના આચાર્યશ્રી દ્વારા ગુરુપૂર્ણિમા નું ગુરુવંદના નુ મહત્ત્વ સમજાવી અને પૂજ્ય બા શ્રી દ્વારા આશિવચન પાઠવવામાં આવેલ…
આ સમગ્ર કાર્યક્ર્મ મા સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ ટ્રસ્ટીશ્રીઓ તેમજ મેનેજમેન્ટ સ્ટાફ તેમજ આચાર્યશ્રી તેમજ શિક્ષકશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફ પરીવાર અને વિધાર્થીઓ હાજર રહેલ હતા અને ત્યારબાદ સહુ સાથે મળી ભોજન પ્રસાદ લીધેલ હતો.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20240720-WA0063-2.jpg IMG-20240720-WA0065-1.jpg IMG-20240720-WA0064-0.jpg