સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે તુલસી વિવાહનું સુંદર આયોજન પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ. નેસડી ગામના સવજીભાઈ રણછોડભાઈ પેથાણી દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ હતુ. ગામના મુખ્ય ચોકમાં આવેલ રામજી મંદિર એટલે કે ચોરાના ઠાકોરની જાન જોડીને ગામ લોકો સવજીભાઈ પેથાણીને આંગણે ઠાકોરજીને પરણાવવા પધાર્યા હતા. જેમ દીકરીના લગ્ન કરે એમ સંપૂર્ણ રીત રસમ સાથે ભોજન સમારંભ પણ યોજીને સવજીભાઈ પેથાણીને પોતાના આંગણે તુલસી વિવાહના રૂડા અને માંગલિક અવસરનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયો હતો
બિપીન પાંધી

