Gujarat

વિસાવદરમાં ઈદ એ મિલાદ પ્રસંગે સુન્ની તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય (ઝુલુસ) શોભાયાત્રા

વિસાવદરમાં ઈદ એ મિલાદ પ્રસંગે સુન્ની તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય (ઝુલુસ) શોભાયાત્રા

વિસાવદર ઈદ એ મિલાદ પ્રસંગે સંતો, મોલવીઓ તથા આજુબાજુ પરગણાના તમામ મુસ્લિમ બિરાદરો, પ્રતિષ્ઠિત હિન્દુ અગ્રણીઓ સાથે શણગારેલી બગીઓ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવેલ.
જુલુસ જૂનું પોલીસ સ્ટેશન (ગઢ)થી પ્રસ્થાન થતા પૂર્વે સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ નાસિરભાઈ મેતર, ગફારભાઈ ભોર, સિરાજભાઈ માડકિયા, અલીભાઈ, ગફારભાઈ વડગામા, આસિફ કાદરી એ શોભાયાત્રામાં જોડાયેલ કરસનભાઈ વાડદોરીયા, ધીરુભાઈ રીબડીયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, રમણીકભાઈ દુધાત, રાજેશભાઈ રીબડીયા, વિપુલભાઈ કાવાણી, નરેન્દ્રભાઈ કોટીલાને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરેલ.
શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર થયેલ રુટ દરમિયાન જુલુસમા સામેલ ઘોડેસવારીઓ દ્વારા અવનવા હેરત પમાડે તેવા કરતબો, રાષ્ટ્રધ્વજ, ધર્મના બેનરો અને ધર્મની ધજાઓ સાથે જુલુસ સુશોભિત જણાતું હતું. તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા સેવાના ભાવ સાથે ઠેક ઠેકાણે શરબત, ઠંડા પીણા અને આઈસ્ક્રીમોના સ્ટોલ ઉભા કરવામાં આવેલ. રુટ દરમિયાન વિસાવદરના જાંબાજ પી.આઈ. શ્રી આર.એસ.પટેલના માર્ગદર્શન તળે પોલીસ સ્ટાફ, હોમગાર્ડઝ, જીઆરડીના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવેલ.
અંતમાં વિશ્વમાં શાંતિનો સંદેશો પહોંચાડનાર મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસની યાદમાં ઈદે મિલાદ પ્રસંગમાં ઉપસ્થિત હિન્દુ ધર્મના અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો મુસ્લિમ બિરાદરોનો સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ નાસિરભાઈ મેતરે આભાર વ્યક્ત કરેલ.
*સી. વી. જોશી વિસાવદર*

IMG-20240916-WA0143-2.jpg IMG-20240916-WA0144-0.jpg IMG-20240916-WA0145-1.jpg