Gujarat

સંવત્સરી અને ગણેશ ચતુર્થીના મહાપર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ

સંવત્સરી અને ગણેશ ચતુર્થીના મહાપર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ

રાજ્યપાલ શ્રી આચાર્ય  દેવવ્રતજીએ સંવત્સરીના મહાપર્વ અને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે. શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, સંવત્સરીનું આ પાવન પર્વ ક્ષમા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે. આ પર્વ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. જીવનમાં ક્ષમા અને વિનમ્રતાનું વિશેષ મહત્વ છે, અને તે આત્માની શાંતિ અને સાચી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. પર્યુષણના તપસ્વીઓની સુખ-શાંતિની કામના કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આપણે મન અને આત્માને શુદ્ધ કરીને સૌની ક્ષમા માગીએ અને સૌને ક્ષમા આપીએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગણેશ ચતુર્થીના મહાપર્વની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, આપણે ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ કે તેઓ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે. ગણપતિ બાપ્પાના આગમનથી આપણા જીવનના દરેક સંકટનો અંત આવે અને નવા સર્જનની શરૂઆત થાય.

આવો, આ બન્ને પર્વ પર આપણે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવીએ, સકારાત્મકતાને  પ્રોત્સાહન આપીએ અને ભવિષ્ય તરફ નૂતન અભિગમ સાથે આગળ વધીએ.

મિચ્છામી દુક્કડમ! ગણપતિ બાપ્પા મોરિયા!