Gujarat

ગુજરાત પ્રદેશ કૉંગેસ ના અગ્રણી મુકેશ દેથલીયા એ રાજુલા ખાતેના સંમેલન મા કેસરિયો ધારણ કાર્યો

પ્રદેશ કોંગ્રેસ ના ઓબીસી સેલના પ્રદેશ મંત્રી અને આહીર સમાજના અગ્રણી છે દેથલીયા
ઓબીસી સેલના પ્રમુખ ગઢવીના રાજીનામાં સમયે કોંગ્રેસ સાથે ઉભેલા દેથલીયા ને અમરીશ ડેરે સાથે ભાજપ મા સામેલ થયા
સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે ગુજરાત મા હાલ પક્ષ પલ્ટુ નેતાઓની મૌસમ જાણે પૂર બહારમાં ખીલી હોય તેવુ જોવા મળી રહ્યું છે. તેમાં પણ સવારમા દિવસ ની શરૂવાત કરતા જ પેહલા સમાચાર કોંગ્રેસ પક્ષ માંથી કોઈ નેતાએ રાજીનામાં ધાર્યા અને ભાજપ મા સામેલ થયા ના સમાચાર સાંભળવા હવે જાણે કાન ટેવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ અમરેલી જિલ્લા કોંગ્રેસ ના દિગ્ગજ નેતા એવા ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ એવા રાજુલા ના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કોંગ્રેસ ને બાય બાય કરવામાં આવ્યુ હતુ તેની સાથે અમરેલીજિલ્લા સિવાય ગુજરાત કોંગ્રેસ ના તેમના જૂથના નેતાઓ પણ જોડાયા હતા તેમા ગુજરાત કોંગ્રેસ ના ઓબીસી સેલ ના પ્રમુખ ઘનશ્યામ ગઢવી ના રાજીનામાં સમયે કોંગ્રેસ સાથે અડીખમ ઉભેલા ગુજરાત કૉંગેસ ઓબીસી સેલ ના પ્રદેશ મંત્રી મુકેશ દેથલીયા હાલ અમરીશ ડેર ના સમર્થન મા કૉંગેસ માંથી રાજીનામુ આપી દેતા અને રાજુલા ખાતે સી આર પાટીલના કાર્યક્રમ મા કેસરિયો ખેસ ધારણ કરી ભાજપ મા વિધિવત પ્રવેશ કરતા તેમના સમર્થકો મા હર્ષ સાથે આંનદ ની લાગણી જોવા મળી રહી છે. છેલ્લી જિલ્લા પંચાયત ચૂંટણી મા મુકેશ દેથલીયા દેરડી જિલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર હતા અને રાજકોટ,ગોંડલ, દેરડી,લાઠી, બાબરા, વડિયા, રાજુલા મા પણ પોતાનું આગવું નેટવર્ક ધરાવતા હોવાથી આવનાર સમય મા રાજકોટ અને અમરેલી બંને જિલ્લા મા આવનાર ચૂંટણીમાં ભાજપ ને ફાયદો કરાવી શકે છે. ત્યારે આવનાર ચૂંટણી ને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા દરેક વિધાનસભામા પાંચ લાખ મતોથી જીત માટે લક્ષ ને હાંસલ કરવા મથામણ શરુ કરી હોય તેવુ જોવા મળી રહ્યું છે.