Gujarat

રાણપુર શહેરમાં ગુરુપૂર્ણિમા પર્વની ધામધૂમ પૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી

કરમડ શ્રીજી વિદ્યાધામ ખાતે શ્રીજી સ્વરૂપસ્વામી,બાલાજી મંદીર ખાતે યોગેશબાપુ,ગિરનારી આશ્રમ ખાતે પુરણનાથબાપુ દ્વારા ગુરુપુનમની ઉજવણી કરવામાં આવી..
સમગ્ર દેશ અને રાજ્યના ગુરુ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ધામ ધૂમથી ઉજવણી થઈ રહી છે આજના પવિત્ર દિવસે લોકો પોતાના ગુરુની પૂજા અર્ચના કરીને ગુરુના આશીર્વાદ મેળવે છે અને ગુરુપૂર્ણિમા ઉજવણી કરે છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં વિવિધ સ્થળો પર ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવ સાથે આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી જેમાં રાણપુરમાં ગુરુપૂર્ણિમાં નિમિત્તે કરમડ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ગુરુ પુનમની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજ્ય શ્રીજીસ્વરૂપસ્વામીનું પૂજન અર્ચન આરતી ઉતારીને ગુરુ પુનમની ઉજવણી કરી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
તેમજ બાલાજી મંદિર ખાતે પૂજ્ય યોગેશબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાના પર્વની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો બાલાજી મંદિર ખાતે હાજર રહ્યા હતા પૂજ્ય યોગેશબાપુનું પૂજન કરીને ગુરુપુનમની ઉજવણી કરી હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો રાણપુર શહેરના વિવિધ સંસ્થા અને વિવિધ સંગઠનો દ્વારા પૂજ્ય યોગેશબાપુનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાળીયાદ રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ખાતે પૂજ્ય પૂરણનાથબાપુ ના સાનિધ્યમાં ગુરુ પુનમની ઉજવણી કરવામાં આવી જેમાં શિષ્ય દ્વારા પૂજ્ય પુરણનાથબાપુ નું પૂજન અર્ચન કરે આરતી ઉતારીને આશીર્વાદ મેળવીને ગુરુ પુનમને ઉજવણી કરી હતી જ્યાં મોટી સંખ્યામાં વિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો રાણપુર તાલુકામાં વિવિધ સ્થળો પર ગુરુપૂર્ણિમાના તહેવારની આસ્થા સફર ઉજવણી કરવામાં આવી હતી શિષ્યોએ પોતાના ગુરુનું પૂજન કરીને આશીર્વાદ મેળવીને ગુરુને પૂનમની ઉજવણી કરી હતી..