જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલમાં જ્ઞાન કલા ઉત્સવ યોજાયો શિક્ષણ મંત્રી પાનશેરિયા એ લીધી મુલાકાત..
પુણાગામ ખાતે આવેલી જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલમાં જ્ઞાન કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું…ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા એ દીપ પ્રાગટ્ય કરી આ જ્ઞાન કલા ઉત્સવને ખુલો મૂક્યો હતો……
આ જ્ઞાન કલા ઉત્સવમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા તૈયાર થયેલ વિજ્ઞાનના પ્રોજેક્ટ, ગોકુળ ગામ, આદિવાસી સંસ્કૃતિ બાર જ્યોતિર્લિંગ, ભૂત બંગલો, ભાતીગળ સંસ્કૃતિ, અદભૂત ચિત્રકલા અને આર્ટ ગેલેરી સહિતની અનેક કૃતિઓ મૂકવામાં આવી હતી…
શિક્ષણ મંત્રી સહિત સૌ કોઈ આ અદભૂત મેગા એક્ઝીબીશન નિહાળીને દંગ રહી ગયા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી ગોપાલ ઇટાલિયા સુરત મહાનગર વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા, કોર્પોરેટર શોભના કેવડીયા, સોમનાથ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશ ટાંક અને વરાછાની અનેક શાળાના સંચાલક અને સ્ટાફ ગણે મુલાકાત લઈ પ્રદર્શનનો લાભ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા .. આ પ્રદર્શન અંતર્ગત શાળાના
સંચાલક મથુર બલદાણીયા એ જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવવી એ જ સાચી કેળવણી છે તે રીતે બાળકોમાં રહેલી અવનવી શક્તિઓ બહાર આવે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા શાળાના સંચાલક હરેશ કળસરિયા, આચાર્ય ટ્રસ્ટી હરેશ જીંજાળા સહિત સમગ્ર શાળા પરિવારે ખૂબ મહેનત કરી સફળ બનાવ્યું હતું