છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશના દરેક નાગરિક સહભાગી બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તમામ લોકો પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકે તે માટે સામાજિક સંસ્થાઓ, પોલીસ વિભાગ વગેરે દ્વારા તિરંગાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ પરથી નીકળતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે તિરંગા આપવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

