Gujarat

“છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓમાં રંગબેરંગી રંગોળીથી કરવામાં આવી રહી છે “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી

 નાગરિકોમાં દેશપ્રેમની ભાવના જાગે તે માટે સ્વતંત્રતા દિન પૂર્વે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જાહેર સ્થળો, કચેરીઓ, વ્યવસાયના સ્થળો તથા ઘર પર તિરંગા લગાવવામાં આવે છે.
આ અભિયાનમાં જિલ્લાના વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના બાળકો દ્વારા રંગબેરંગી રંગોળી બનાવીને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકો દ્વારા રંગબેરંગી કલર ઉપરાંત વનસ્પતિના પાનનો ઉપયોગ કરીને સુંદર રંગોળીઓ બનાવવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર