રવિવાર તા. ૧૮ ફેબ્રુઆરીનાં રોજ અનુદાનિત આદર્શ નિવાસી શાળા બંગલાવાડીનાં નાના ભૂલકાઓને આયુષ ડોક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા તરફથી શહેરનાં નામાંકીત ડો. કૌશલભાઈ ગોંડલીયા અને ડો. લોપાબેન ગોંડલીયા દ્વારા આરોગ્ય ચકાસણી અને ફ્રી સારવાર સાથે વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવ્યું તેમ એસોસિએશનનાં પ્રમુખ શ્રી ડો. એન.ડી.પાનસુરીયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

