હાલ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી, બીજી બાજુ વરસાદ પડી ગયો અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.
રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ રાહદારીઓ અને સ્થાનિક ખેડૂતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે. લાખણી વિસ્તારમાં અનેક ખેતરો સરોવરની જે જાેવા મળી રહ્યા છે.
તો રસ્તાઓ પણ અનેક ઠેકાણે ધોવાઈ જવા પામ્યા છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ નુકસાનના દૃશ્ય જાેવા મળી રહ્યા છે.