Gujarat

પ્રાંતિજના તાજપુરમાં એક યુવકને વીજ કરંટ લાગતા મોત, પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન પ્રાંતિજના તાજપુરમાં એક યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. યુવક કનૈયાજી મકવાણા પોતાના ઘરમાં જ વીજ કરંટ લાગવાને લઈ તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો.

યુવકને સ્થાનિક પ્રાંતિજની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક વીજ તંત્ર અને પોલીસ દ્વારા વીજ કરંટ લાગવાને લઈ પ્રાથમિક તપાસ શરુ કરી છે. પ્રાંતિજમાં ટૂંકા સમયમાં જ આ બીજી ઘટના છે, જેમાં વીજ કરંટ લાગવાને લઈ જીવ ગુમાવવો પડ્યો હોય.