Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી

એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ  પ્રાર્થના બોલવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના  આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા દ્વારા હિન્દી ભાષાના મહત્વ અંગેની સમજ વિધાર્થીની બહેનોને  આપવામાં આવી હતી. ત્યાર પછી હિન્દી શિક્ષક સંગીતાબેન પરમારે હિન્દીની કવિતાઓ ગાઈને સંભળાવી હતી.
વિધાર્થીની બહેનો  દ્વારા હિન્દી ભાષામાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.શાળાના શિક્ષક  લાલજીભાઈ રાઠોડ દ્વારા હિન્દી ભાષાના લેખકોને યાદ કરવામાં આવ્યા હતા. હિન્દી દિવસ હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સમગ્ર દિવસ દરમિયાન હિન્દી ભાષામાં જ વાતચીત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં કબીરના દોહા બોલાવવામાં આવ્યા હતાં.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી