૨૪ કલાકમાં ૧૮ બાળકોની પ્રસૂતિ
સાવરકુંડલામાં આવેલી કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં અધિક્ષકશ્રીના માર્ગદશન તળે ગાયનેક વિભાગમાં ઐતિહાસિક સિધ્ધી પ્રાપ્ત કરેલ છે માત્ર ૨૪ કલાકની અંદર આ સરકારી હોસ્પીટલમાં ૧૬ નવજીવન બાળકોને આ સંસારમાં લાવવાનો ગૌરવ મેળવ્યો છે. આ પ્રસૂતિઓમાં ૮ સામાન્ય (નોર્મલ) અને ૧૦ સીઝરિયન પ્રસૂતિઓ (જોખમી પ્રસૂતિઓ )ને સમાવેશ થાય છે.
તેમજ ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૬૨૦ પ્રસૂતિઓ જેમાં ૧૧૩૨ સામાન્ય (નોર્મલ) અને ૪૮૮ સીઝરિયન પ્રસૂતિઓ, પીપીયાઈયુસીડી (આંકડી મુકેલ)- ૯૧૩, ટી.એલ. (સ્ત્રી વ્યંધિકરણના ઓપરેશન – ANC ઓપીડી – ૧૧૨૦૫ તેમજ ગાયનેક ઓપીડી – ૧૬૪૮૬, બ્લડ ટ્રાન્સ્ફ્યૂઝન – ૨૬૨ નો સમાવેશ થાય છે. આ નવજાત શિશુઓના હસતાં ચેહરાઓ અને તેમના ખિલખિલાટથી આખો નવજીવન વોર્ડ ખુશીથી ગુંજી ઉઠ્યો હતો. આ તમામ સફળતાઓ પાછળના અને ડો.વિજય નાકરાણી સાહેબ અને તથા સીઝરિયન પ્રસૂતિમાં એનેસ્થેસ્ટિક ડો.દિનેશ સોલંકી સાહેબ પણ ઉતમ કામગીરી કરેલ છે.
તેમજ સહાયક તરીકે મેડિકલ ઓફિસર તથા તમામ વોર્ડના નર્સિંગ સ્ટાફની નિસ્વાર્થ સેવા અને મહેનતને શ્રેય આપવો જરૂરી બને છે આ ઉપરાંત અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે શ્રેષ્ઠ કાળજીઓ અને સારવાર પૂરું પાડે છે. તેમજ નવજાત શિશુને જન્મની સાથે અપાતાં તમામ વેક્સિન પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ડો.હરેશ વાળા – જનરલ સર્જન (અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને શુક્રવાર), ડો. દિનેશ સોલંકી– એનેસ્થેસ્ટિક, ડો. કૃપાલ શિંગાળા – રેડિયોલોજિસ્ટ (સોનોગ્રાફી તેમજ એક્સ રે ની સેવાઓ) તેમજ ડો.વિવેક તરસરિયા – એમ.ડી.એસ. (દાંત વિભાગ) તેમજ ડો. ડો.હિના પરમાર – સ્કીન સ્પેશ્યલિસ્ટ તેમજ ડો.રાજેન્દ્ર જે. રાવળ – ઓર્થો સર્જન (સી.એમ.સેતુ અંતર્ગત) મંગળવાર,બુધવાર અને ગુરુવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ અને ડો.ભાર્ગવ પાઠક – ઓર્થો સર્જન સોમવાર અને શુક્રવાર તેમજ ડો.કિશન સવાણી – પીડિયાટ્રિક (બાળકોના નિષ્ણાંત) તેમજ ડો.વિરમ બોદર દ્વારા નિયમિત હોમિયોપેથી અને મેડિકલ ઓફિસર દ્વારા સમયસર ઓપીડી તેમજ રાજન સોલંકી – ફિઝિયોથેરાપિસ્ટ (કસરત વિભાગ) તેમજ ઈમરજન્સી (૨૪*૭), MLC, લેબોરેટરી અને એક્સ-રે, ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે તમામ સેવાઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે. અને આ તમામ સેવાઓનો લાભ વધુમાં વધુ દર્દી નારાયણને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા