ગુજરાત સરકાર રાજ્ય ના દરેક નાગરિકને સમ્માન તથા સુરેક્ષા સાથે જીવન વ્યતીત કરવા શ્રેસ્ટ માહોલ પ્રદાન કરવા કટિબંદ છે. આરોગ્યની બાબત હોય, પરિવહનની બાબત હોય, ગુજરાત સરકાર દરેક ક્ષેત્રમાં નાગરિકોની સુખાકારી જળવાઈ રહે તેના માટે સતત ચિંતિત રહે છે. રાજકોટ ગેમ ઝોન જેમાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે, જેમના વિરુદ્ધ સીટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો અમુક ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ તબ્બકે અધિકારીઓ ફાયર સેફટી જેવી ગંભીર બાબતે ખુબ જાગૃત રહે, ફૂડ લાયસન્સ, શોપ લાયસન્સ, ટી.પી.ઓ મંજૂરી અને કમ્પ્લીશન સ્ટ્રિફિકેટ, ફેક્ટરી લાયસન્સ ઇત્યાદિ નો ડેટા મેળવી દરેક ઇમારત જ્યાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ, સીડી / દાદરા ની પહોળાઈ, ઇમરજન્સી એક્ઝિટ, ત્યાં લગાવાયેલ અગ્નિશામકો નું બારીક નિરીક્ષણ કરે તે સૂચિત છે.
જામનગરમાં તપાસ કરતા અનેક બિલ્ડીંગો ફાયર સેફટી વિહોણા ચોપડે નોંધાયા છે, ત્યારે લોકોની સુરક્ષા અર્થે સતત જાગૃત અને સમર્પિત ગુજરાત રાજ્ય સરકારના લોકપરમાર્થ ઉદેશોને જાળવી રાખવા અધિકારીઓ કટિબદ્ધ બને, નિયમિત પણે ફાયર સેફટી બાબતે દેખરેખ રાખે તેવું અનુમોદન છે. આ ઉપરાંત લોકશાહીના હાર્ડ સમાન “FOR THE PEOPLE, BY THE PEOPLE, TO THE PEOPLE” ના વિચાર ઉપર એક એવી મજબૂત સિસ્ટમ અમલમાં મુકવામાં આવે જેનાથી રાજકોટ માં જેમ અમુક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટચાર થયો, તે શૂન્ય થઇ શકે. જામનગરનો ફાયર સ્ટાફ હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી કરતો આવ્યો છે. વાવાજોડું, ભૂકંપ, સહીત અનેક વિધ્ધ કુદરતી આપદાઓમાં હંમેશા અગ્રેષર રહ્યું છે. લોકોની સુરેક્ષા લોકોના હાથ માં, ના સૂત્ર આધારે એક સિસ્ટમ અમલમાં મુકવા સૂચન છે.
: To The People, For The People, By The People :
લોકો દ્વારા, લોકો વડે, લોકો થકી નિરાકરણ.જેમાં વ્યસ્થાપનને ન્યુનતમ જહેમત ઉઠાવવાની રહે, લોકો પોતે જ પોતાની સુરેક્ષાની ચકાશણી કરી શકે, તથા જે ઇમારતો માં ફાયર એન.ઓ.સી, નથી તેનું નિરીક્ષણ પણ તેઓ કરી, કોર્પોરેશનને જાણ કરી શકે. આ વ્યસ્થા ગુજરાત રાજ્ય માટે એક મોડલ બની રહેશે. જેમાં વ્યસ્થાપન એ ન્યુનતમ જહેમત ઉઠાવવાની રહેશે, તથા ૧૦૦% ભ્રષ્ટચારમુખ્ત પદ્ધતિ બની રહેશે. આ પદ્ધતિ વિષે.
પ્રત્યેક જાહેર સ્થળો, સ્કૂલ, કોલેજ, થિયેટર, હાઈરાઇઝ બિલ્ડીંગ, ગેમ ઝોન, હોસ્પિટલો અને જે જાહેર સ્થળો જ્યાં ફાયર એન.ઓ.સી લેવાની જરૂર રહે, તેવી તમામ ઇમારતો માં પ્રત્યેક મુખ્યદ્વાર ઉપર એક ફૂટ પહોળાઈ તથા બે ફૂટ લંબાઈ નું એક બોર્ડ જેમાં કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ ડિઝાઇન, ફોન્ટ સાઈઝ થી ફાયર એન.ઓ.સી નું બોર્ડ લગાવેલ હોય. જેથી પ્રવેશ કરતા નાગરિકો તે ઇમારત માં ફાયર એન.ઓ.સી છે કે નહિ તે જાણી શકે. જેમાં ફાયર એન.ઓ.સી નિ વિગત, માન્ય કરેલ પ્લાન, ઇમરજન્સી એક્ઝિટ, લગાડેલ અગ્નિશામક નિ સંખ્યા નિ વિગત હોય.
જો કોઈ ઇમારત માં ફાયર એન.ઓ.સી નથી, તો લોકો કોર્પોરેશન દ્વારા બનાવેલ એપ્લિકેશન માં બિલ્ડીંગનું નામ. સરનામું, લોકેશન શેર કરી શકે, જેમાં ફરિયાદ નોંધાવનારનું નામ, મોબાઈલ નમ્બર માત્ર આઈ.એ.એસ, આઈ.પી.એસ કે જી.એ.એસ સ્તરના અધિકારીના પાસવૉર્ડ થીજ જોઈ શકાય તેવું સેટિંગ રાખવું, જેથી ફરિયાદીની ગોપનીયતા પણ જળવાય રહે. ફાયર એન.સો.સી બાબતે રજુઆત કરનાર કોઈ પણ વ્યક્તિ, કોર્પોરેશન તથા લગત વિભાગને મદદ કરશે. જેથી ઓછા સ્ટાફ દ્વારા પણ ૧૦૦% કામગીરી થઇ શકશે.
ઉપરોક્ત સિસ્ટમને લાગુ કરવા માટે કોર્પોરેશન એક એપ્લિકેશન તૈયાર કરી શકે, જેમાંથી ફાયર એન.ઓ.સી બોર્ડની ડિઝાઇન બિલ્ડીંગ માલિકો પોતે જાતે તૈયાર કરી શકે. બિલ્ડીંગ માલિકો એપ્લિકેશન માં જઈ ઓ.ટી.પી થકી પોતાના મોબાઈલ નમ્બર થી લોગીન કરી પોતાની પાસે રહેલ ફાયર એન.ઓ.સી ની વિગત, ટી.પી.ઓ દ્વારા માન્ય પ્લાન ની જે.પી.જી ઇમેજ, અગ્નિશામકની સંખ્યાની વિગત એપ્લિકેશન માં સ્ટોર કરી એક ફૂટ બાય બે ફૂટ નું બોર્ડની ડિઝાઇન ડાઉનલોડ કરી શકે, અને તેને પ્રિન્ટિંગ કરનાર પાસે છપાવી પોતાની ઇમારતના પ્રત્યેક પ્રવેશ દ્વાર ઉપર લગાવે.
જો ક્યાંય ઇમારત જેમાં ફાયર એન.ઓ.સી લેવું ફરજીયાત હોય, અને ત્યાં બોર્ડ લગાવેલ નથી તો આ જ એપ્લિકેશન માં ગ્રિવન્સિસ મેનુ હોય, જેમાં જાહેર જનતા લોગીન કરી ઇમારત નું નામ, સરનામું, લોકેશન શેર કરી શકે. આવી દરેક ગ્રિવન્સિસનું મોનીટરીંગ રોજિંદા સ્વરૂપે કરી, લગત વિભાગ ઇમારતના માલિકને નોટિસ પાઠવી શકે, અને ૪૮ કલાક માં બોર્ડન લાગે, ફાયર એન.ઓ.સી ના લીધેલ હોય તો બિનશરતી ઇમારતને સીલ કરવા હુકમ કરી શકાય.
To The People, For The People, By The People – લોકો પાસે, લોકો વડે, લોકો માટે એક સરસ કોન્ક્રીટ સિસ્ટમ લાગુ કરીયે. જે અભેદ હોય, જેવા આક્ષેપો અને જેવી ભ્રષ્ટચારની ઘટના રાજકોટ માં સામે આવી છે, તેવી ઘટનાઓ ટાળવા એક ઓટોનીમસ To The People, For The People, By The People ના સિદ્ધાંત ઉપર લોકશાહી ઠબે લોકોને જ લોકોનું રક્ષણ કરવા દેવાની સિસ્ટમ લાગુ કરવા અનુરોધ છે.
લોકો, જાહેર જનતાને તો ખબર જ નથી હોતી કે તેઓ જે ઇમારત માં પ્રવેશ કરી રહ્યા છે, તે આગ લાગવાના કિસ્સામાં કેટલી સુરક્ષિત છે, આથી એવી દરેક ઇમારત જેમાં ફાયર એન ઓ.સીની જરૂર હોય, તેમાં ઉપર સૂચન મુજબ દરેક પ્રવેશ દ્વાર ઉપર બોર્ડ લગાવવું ફરજીયાત બનાવવા સૂચન મુજબની પોલીસ લાગુ કરવા વિનંતી. ઉલ્લેખનીય છે કે આ સૂચન ને માન્ય રાખી રાજકોટમાં સૂચન અનુસાર બોર્ડ મુકવાની કામગીરી નો આરંભ થઇ ગયો છે. જામનગર પણ તેનો તવારિત આરંભ કરવા વિનંતી છે, રજુઆત છે. સૂચન છે, ભલામણ છે.
આ સિસ્ટમને ઈમ્પ્લીમેન્ટ કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, Indian Redcross Society, Jamnagar વહિવાટી સહયોગ તથા માર્ગદર્શન આપવા કટિબદ્ધ રહેશે, તત્પર રહેશે.
ગુજરાત સરકાર પ્રજાહિત સાથે સતત કામ કરતી સરકાર છે, અને શહેરમાં કોઈ પણ અધિકારીની બેદરકારી, કે ભૂલને કારણે કોઈ અનપેક્ષિત બનાવન બને તેની અગમચેતીના પગલાં સ્વરૂપે ઉપરોક્ત ગાઇડલાઇન મુજબ કડક કામગીરી શરુ કરાવવા અનુરોધ છે. શૂન્ય દુર્ઘટનાના લક્ષયાંક સાથે આ સૂચનને સ્વીકારી, યોગ્ય રીતે કડક અમલવારી સાથે આ ફાયર એન.ઓ.સી પોલિસીને તાત્કાલિક લાગુ કરવા અનુરોધ છે.
રાજ્યમાં એક પણ વ્યક્તિનો જીવ ન જોખમાઈ, કોઈ અધિકારી પોતાની ફરજ માં બેદરકારી ન દાખવે, અને એક મજબૂત, ઓટોનોમસ પ્રોસેસ ચાલ્યા કરે, જેમાં લોકો દ્વારા, લોકો ના હિત માં, લોકો માટે જાગૃતતા દાખવાની પ્રણાલી અમલમાં મુકવામાં આવે, આગ જેવી કોઈ દુર્ઘટના બિલકુલના બને, અને કોઈ જાનહાનીના ગંભીર કિસ્સાઓન સર્જાય તેની અગમચેતીના ભાગ રૂપે પ્રિવેન્ટિવ એક્શન સ્વરૂપે જનહિતમાં આ પ્રણાલી લાગુ કરવા વિનંતી.

