Gujarat

કર્માવત તળાવ ભરવામાં નહીં આવે તો ખેડૂતોએ ફરીથી જળ આંદોલન કરશે

બનાસકાંઠા જિલ્લાનાં ખેડુતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ જળ આંદોલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ૧૨૫ જેટલા ગામના લોકો અને ખેડૂતો જાેડાયા હતા. વિશાળ રેલીઓ યોજાઇ હતી.

જેમાં વીસેક હજાર કરતા લોકો ઉમટ્યા હતા અને તળાવ ભરવા માટેની માંગ કરી હતી. આ વિસ્તારના ખેડૂતો અને લોકોને માટે પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હોવાને લઇ કર્માવત તળાવને ભરવાની માંગ કરવામાં આવી રહી છે. કર્માવત તળાવને ભરવામાં આવે તો, વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા આવી શકે છે. આ તળાવ ૧૦૦ એકરમાં ફેલાયેલું છે અને જેના ભરવાથી મોટો ફાયદો વિસ્તારના લોકોને થઇ શકે છે.

આ માટે જ હવે સ્થાનિકોએ આ મામલે ફરીથી જળ આંદોલન કરવાની તૈયારીઓ શરુ કરી છે. ખેડૂતોએ આ મામલે બેઠક યોજી હતી અને જેના બાદ હવે આક્રમક મૂડ સાથે માંગણી શરુ કરવામાં આવી છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *