Gujarat

રોજીંદી જીવનશૈલીમાંથી બ્રેક લેવો હોય તો દુનિયાની ૪ શાંત જગ્યાઓની મુલાકાત લેવાય

દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક એવો સમય આવે છે જ્યારે તે પોતાના કામથી કંટાળી જાય છે અને બ્રેક માંગે છે. તે પોતાના માટે એક શાંત જગ્યા શોધે છે જ્યાં તે કાં તો એકલો હોય અથવા કેટલાક ખાસ મિત્રો સાથે હોય. જાે તમે પણ આ દિવસોમાં કામમાંથી બ્રેક લઈને શાંત જગ્યાએ ફરવા માંગો છો, તો તમે દુનિયાની આ ૪ જગ્યાઓ વિશે વિચારી શકો છો.

જણાવીએ આ જગ્યાઓ વિશે. જેમાં પ્રથમ નંબરે આવે છે ઇસ્ટર આઇલેન્ડ, ચિલી. ચિલીમાં સ્થિત ઇસ્ટર આઇલેન્ડ નામનું આ સ્થળ તેની રહસ્યમય મોઆઇ મૂર્તિઓ માટે પ્રખ્યાત છે, તે તેના શાંતિપૂર્ણ વાતાવરણથી પ્રવાસીઓને આકર્ષે છે. ચિલીનો આ ટાપુ પેસિફિક મહાસાગરમાં આવેલો છે. ત્યાર બાદ બીજા નંબરે આવે છે સ્વાલબાર્ડ, નોર્વે. નોર્વેની સ્વાલબાર્ડ આ યાદીમાં બીજા સ્થાને છે. તે ધ્રુવીય રીંછ અને તેના અનન્ય હિમનદીઓ માટે જાણીતું છે. અહીં આવ્યા પછી પણ તમને શાંતિનો અનુભવ થશે.

અહીં તમે ધ્રુવીય રીંછ સફારી અને ડોગ સ્લેડિંગનો આનંદ માણી શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે બુવેટ આઇલેન્ડ, નોર્વે. એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત નોર્વેનો બૂવેટ આઇલેન્ડ હિમનદીઓથી ઢંકાયેલો છે. આ ટાપુ પર તમને જ્વાળામુખી જાેવા મળશે. બરફના ખડકોથી ઘેરાયેલું. સંશોધકો પણ અહીં સંશોધન કરવા આવે છે.

છેલ્લે ચોથા નંબરે આવે છે લદ્દાખ-ભારત. ભારતનું લદ્દાખ તેના શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર પર્યટન માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જાે તમે ભારતમાં શાંતિપૂર્ણ જગ્યા શોધી રહ્યા છો તો તમારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ હશે. અહીં તમે મઠો અને તળાવોની મુલાકાત લઈ શકો છો.