Gujarat

મહુધા પાંચ પીર ની દરગાહ ખાતે ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું

ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રોજદાર માટે ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું. માં ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જરૂરીયાત મંદો ને ૪૦૦ ઉપરાંત ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું. હાલમાં મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેમાં  રમજાન માસને લઈ સવારથી સાંજ સુધી ભુખ્યા તરસ્યા પેટે ઉપવાસ રાખી નમાઝ પઢીને અલ્લાહ ની બંદગી કરતા હોય છે. જેમાં પવિત્ર રમજાન માસ ને ધ્યાને લઈ માં ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા મહુધા પાંચ પીર ની દરગાહ ખાતે રોજદાર, વિધવા મહિલાઓ અને જરૂરિયાત મંદો ને ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં વાત કરીએ તો અમદાવાદ નાં માં ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક કાર્યો કર્યા છે જેમાં શિયાળાની સિઝનમાં ધાબડા (કમ્બલ), દિકરીઓ નાં લગ્ન માં કરિયાવર તો કેટલાક જરૂરિયાત મંદો ની જરૂરીયાત પુરી પાડતાં હોય છે. આ પ્રસંગે મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે.ઝાલા અને પીએસઆઈ યુ.એચ.પટેલ ને ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેમજ આ અવસરે માં ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ વાળા મોઈનભાઈ મેમણ, ઈમરાન ભાઈ મેમણ, આદીલભાઈ મેમણ, શાનું ભાઈ મેમણ, હાજી જુનેદ ભાઈ સહિત મહુધા નાં હનીફભાઈ (બોસ), સહેબાઝ ભાઈ (બોસ) સહિત મહુધાના સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં જરૂરિયાત મંદો હાજર રહી ઈફતારી પેકેટ નું લાભ લીધો હતો.