Gujarat

સોમનાથ દરિયાકાંઠેથી ૭૨,૭૦,૦૦૦ ની કિંમતનો ગેરકાયદેસર ચરસનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં હવે જાણે ચરસ મળવું જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે તાજેતરમાં ગીર સોમનાથનામાંથી ઝડપાયું છે.ગીર સોમનાથના દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળી આવ્યું છે. બિનવારસી હાલતમાં મળી આવેલ આ ડ્રગ્સની કિંમત લાખોમાં છે.
ગીર સોમનાથના દરિયાકાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. મળી રહેલી વિગતના અનુસાર, પોલીસને આ બિનવારસી ચરસનો જથ્થો પેટ્રોલિંગ દરમિયાન મળ્યો હોવાનો સામે આવ્યું છે. પોલીસને કુલ ૧૪૫૪ ગ્રામ ચરસ મળી આવ્યું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોલીસે કુલ ૭૨,૭૦,૦૦૦ ગેરકાયદેસર ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે હાલ આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યનાં દરિયાકાંઠાથી ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા અને કચ્છ જિલ્લાનાં દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ પકડાય છે. વિવિધ દેશમાંથી ડ્રગ્સ પેડલરો ભારતમાં માદક પદાર્થની હેરાફેરી કરવા માટે દ્વારકા અને કચ્છનાં દરિયાકાંઠાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે અહીં પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, નાર્કોટિક્સ સહિત વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરી ડ્‌ર્ગ્સ પેડલરોનાં મનસૂબાને સતત ધ્વસ્ત કરવામાં આવે છે. જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં દ્વારકાનાં દરિયાકાંઠા પરથી ૧૨૩ કિલો ચરસનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. ૬૧ કરોડ સુધીની છે. દ્વારકાનાં વરવાળા, ગોરિંજા વાચ્છું, બરડિયા, મોજપનાં દરિયા કિનારે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી ૬૧ કરોડનો બિનવારસી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૧૦ કલાક કરતાં વધારે સમયમાં શહેર પોલીસનાં ડોગ સ્કોડ સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે પોસ્ટ ઓફિસ ખાતે હજારોની સંખ્યામાં પાર્સલ પડ્યા હતા અને તેમાંથી ૫૮ જેટલા પાર્સલ અલગ કરવામાં આવ્યા અને તેની એક બાદ એક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાળકોનાં રમકડામાંથી રમકડાંનું જેટ વિમાન, ટ્રક, રમકડાંની ટૂલ કીટ, સ્પાઇડર મેન બોલ, સ્ટોરી બુક, ફોટો ફ્રેમ, ચોકલેટ, જેકેટ, લેડીઝ ડ્રેસ, વિટામિન કેન્ડી, સ્પીકર અને એન્ટિક બેગમાંથી રૂ. ૩.૪૮ કરોડનો હાઈબ્રિડ અને લિક્વિડ ફોરમમાં ગાંજાે મળી આવ્યો હતો.

પોરબંદરમાં પણ અરબી સમુદ્ર ડ્રગ્સની હેરાફેરીનું માધ્યમ બન્યો છે. અરબી સમુદ્રમાંથી છેલ્લા ૨ મહિનામાં ૩૪૦૦ કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. અને કોસ્ટગાર્ડને સહિતની વિવિધ એજન્સીઓને મળેલા ઈનપુટને આધારે હાથ ધરેલા ઓપરેશનમાં અત્યાર સુધી મેથામ્ફેટામાઇન, મોર્ફિન તથા ચરસ સહિતનો મસમોટો જથ્થો ઝડપી પડાયો છે, જેની કિંમત ૨૦૦૦ કરોડથી વધુની હોવાનું કહેવાયું હતું.