રાઈના પાકમાં સંકલિત રોગ – જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી પછી જરૂરી પગલાં લઈ પાકની માવજત કરવા માટે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતો માટે ગાઈડ લાઈન જાહેર કરી જરૃરી સૂચનો કરવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રાઈના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે લેવાના પગલાં વિશે ખેડૂતોને જાણકારી આપતા જણાવ્યું છે કે, તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી. રોગિષ્ઠ અવશેષોનો નાશ કરવો.
રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી. જીએમ 7(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ-8 (આણંદ હેમા) જેવી ભૂકી છાંટી, રોગપ્રતિકારક નવીન જાતોનું વાવેતર કરવાની ભલામણ કરી છે.
બિયારણને વાવતાં પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (3 ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા. બીજ)અથવા એપ્રોન (મેટા લેક્ષીલ) 35 એસ ડીનો 6 gm/કિ. ગ્રા. બીજ દીઠ પટ આપવો. ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવો.
વધુમાં, દવાના વપરાશ વખતે દવા પર આપવામાં આવેલા લેબલ મુજબ, જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેને અનુસરવા ખેડૂતોને જણાવ્યું છે.

