પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આબાલગ ગામમાં રાત્રી સમયે બાળ દિપડો કુવામાં ખાબક્યો હતો. એક ખેડુતના કુવામાં બાળ દિપડો ખાબકતા ખેડુતે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગને જાણ થતા બાળ દીપડાને કુવામાં પાજંરો ઉતારી રેસ્ક્યુ કર્યું હતું. બાળ દિપડાને રેસ્કયુ કરી સારવાર અર્થે પશુ સારવાર કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

