રાજ્યના અધિક પોલીસ મહા નિર્દેશક (પોલીસ સુધારણા) દ્વારા જારી કરવામાં આવેલા હુકમ અન્વયે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે આવેલા લો કોલેજીશ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ન્યૂ મેજર ક્રિમિનલ લો અન્વયે જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માટે પ્રેક્ટિકલ તથા લીગલ તાલીમ માટેનું આયોજન કરવાની કરાયેલી સૂચના અન્વયે જિલ્લાના તમામ પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષકથી અનાર્મ એ.એસ.આઈ. સુધીના તમામ કર્મચારીઓને નવા કાયદાની તાલીમ આપવાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ખંભાળિયામાં મુખ્ય પોલીસ સ્ટેશન પાછળ આવેલા બરછા હોલ ખાતે આજરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશરે 200 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને નવા ક્રિમિનલ કાયદા અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.