Gujarat

ઉના શહેરમાં બહુચરાજી ગરબીમાં ભૂલકાઓ માતાજીના રૂપમાં વેશભૂસા ધારણ કર્યા…તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરાયું

ઉના શહેરમાં બહુચરાજી ગરબીમાં ભૂલકાઓ માતાજીના રૂપમાં જુદા જુદા વેશભૂસા ધારણ કર્યા હતા. જેમાં તમામ બાળકોને ધારાસભ્ય કે. સી. રાઠોડ દ્વારા પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરાયું. જેથી બાળકોના ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉના શહેરના આનંદ વાટિકા ચોક ખાતે બહુચરા ગરબી મંડળના આયોજક ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા નવરાત્રીના નવમા અને વિજયા દશમી દશેરાના દિવસે રાત્રીનાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
જેમાં નાના ભૂલકાઓ માતાજીના જુદા જુદા વેશભૂસા ધારણ કર્યા હતા. તેમાં વેશભૂસા ધારણ કરેલ તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામનું પુરસ્કાર આપવામા આવ્યું હતું. તેમજ ભાઈઓ-બહેનો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા રમ્યા હતા. અને નાના બાળાઓને સોનાની નથ નું પણ ઇનામ આપવામાં આવ્યું હતું.