છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત ૪ હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઇ રાઠવા છેલ્લા 10 થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરે છે. ત્યારે આ બંને ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીમાં 30 થી 35 હજારનો ખર્ચ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થાય છે.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીની અંદર રોગ આવી જતા ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકતો નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. પરંતુ ટામેટાની ખેતીની અંદર રોગ આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. ખેડૂતો જે ખર્ચ ટામેટાની ખેતીની અંદર કરે છે. તે ખર્ચ પણ ટામેટાની ખેતીની અંદર નીકળી શક્યો નથી. ટામેટાની ખેતીની અંદર ખેડૂતો અલગ અલગ પ્રકારની દવાઓ વાપરે છે. પરંતુ આ રોગ આવી જતા તે દવા પણ કોઈ કામ લાગતી નથી. અને ખેડૂતો ઉભા પાકે રડી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોગના કારણે ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીની અંદર નુકસાન થવા પામ્યું છે. વધુમાં ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે જે તે વિભાગના અધિકારીઓ ટામેટાની ખેતી માટે માર્ગદર્શન આપે અને શિબિર રાખે કે ટામેટાની ખેતી કઈ રીતે કરી શકાય તો ખેડૂતને વધુ ફાયદો થાય તેમ છે. અને ખેડૂતો આત્મ નિર્ભર પણ બની શકે છે. ત્યારે સરકાર અને તંત્ર આવા ખેડૂતો ઉપર ધ્યાન આપે તેવી હાલતો ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સિંગલા ગામના ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે ટામેટાની ખેતી કરી પરંતુ કઈ મળ્યું નથી. વરસાદ અને રોગ આવી જવાના કારણે બગડી ગયું છે. દવા પણ લાવ્યા પરંતુ કોઈ સુધારો મળ્યો નથી. અને બઘું બગડી ગયું છે. ખર્ચ પણ ઘણો થઈ ગયો છે. કોઈ સહાય મળે તો અમારા માટે સારું એમ તેઓએ જણાવ્યું હતું.
સિંગલા ગામના સરપંચ અને ખેડૂત આગેવાન કલ્પેશભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે ટામેટાની વર્ષોથી અમે ખેતી કરતા આવ્યા છે. અમુક વર્ષે સુકારો આવી જાય તો કોઈપણ જાતની દવા છાંટીએ પરંતુ પાક નિષ્ફળ જાય છે. તેના માટે સરકાર દ્વારા કોઈ તાલીમ ખેડૂત શિબિર યોજાઈ તો વધારે સારું અમારા માટે અને સારી ખેતી થાય તો ખેડૂત પણ આત્મ નિર્ભર બને એમ તેઓએ જણાવ્યું હતું.

છોટાઉદેપુરના નાયબ બાગાયત નિયામક એચ.એમ.પરમાર એ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં અંદાજિત 4 હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર થાય છે. એમાં 80 થી 90 ટકા વાવેતર જિલ્લાના ખેડૂતો ચોમાસાની અંદર કરે છે. જૂન જુલાઈની અંદર ટામેટાનું વાવેતર કરતા હોય છે. અને જિલ્લાના ખેડૂતો એક જ સમયે વાવેતર કરે છે. એમ તેઓએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

