Gujarat

દિલ્હીમાં ગોકલપુરીના મેટ્રોનો સ્લેબ ધારાશાયી થતા ૪ના મોત, એકની હાલત ગંભીર

દુર્ઘટનામાં ત્યાંથી પસાર થતા ૪ બાઇક સવારો કાટમાળ નીચે દબાઇ ગયા

ગુરુવારે સવારે દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક મોટો દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ અચાનક ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના સ્લેબનો એક જૂનો ભાગ અચાનક જમીન પર તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ત્યાંથી પસાર થતા ૪ બાઇક સવારો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ૪ના મોત થયા છે તેમજ એકની હાલત ગંભીર છે. દિલ્હી ફાયર બ્રિગેડને તુરંત મામલાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

બે લોકો કાટમાળ નીચે દટાયા હતા અને તેમને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બચાવ કામગીરીના થોડા સમય બાદ ૧૨ વાગ્યાની આસપાસ અન્ય બે ઘાયલ લોકોને પણ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. એક વ્યક્તિની હાલત નાજુક છે. ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી પૂર્વ જાેય તિર્કીએ જણાવ્યું કે જેસીબી અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

સ્થાનિક પોલીસ અને મેટ્રો સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ખતરો હજુ યથાવત છે. તૂટેલા સ્લેબનો એક ભાગ હજુ પણ હવામાં લટકી રહ્યો છે. જેના કારણે તે રસ્તો સામાન્ય લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કાટમાળથી કેટલીક મોટરસાઇકલ અને અન્ય વાહનોને પણ નુકસાન થયું છે. દિલ્હી પોલીસ અને મેટ્રોની ટીમ અકસ્માતનું કારણ શોધવામાં વ્યસ્ત છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *