Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડૂંગરવાટ ગામે પાણી પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા દ્વારા બનાવામાં આવતા સંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કેટલા ગામોને પીવાનું પાણી મળશે તેની ચકાસણી કરી હતી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઊંડાણના ગામોમાં પીવાનું પાણી સુદ્ધ મળે તે માટે બોડેલી પાસેથી નર્મદા મેઈન કેનાલમાંથી પાણી ડુગરવાટ ગામે સંપમા લાવવામા આવશે. અને 56 ગામોને પીવાનું પાણી ફિલ્ટર વાળું મળે તે માટેની સુવિધા ઊભી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તેની નજીકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કેનાલના ખાતમુહૂર્ત માટે આવ્યા હતા.
અને તેઓની નજર આ કામગીરી ઉપર પડતા કામનું નિરીક્ષણ કર્યું હતું. અને તમામ વિગતો નકશાની ચકાસણી કરી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,અભેસિંહ તડવી, સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા.