Gujarat

ગીરગઢડાના ફરેડા ગામમા ધોળાદિવસે ડાલા મથ્થાએ પશુનું મારણ કર્યું… સ્થાનિક લોકોએ લાઈવ મારણની મજિબાની નિહાળી..

ગીર જંગલને અડી આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણી સિંહ દિપડાઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે આવી જ એક ઘટનાના જંગલની બોર્ડરને અડી આવેલ ગીરગઢડાના ફરેડા ગામમાં ધોળા દિવસે બસ સ્ટેશન નજીક ડાલા મથ્થાએ એક ગાય ઉપર હુમલો કર્યો હતો. અને બાદમાં મારણની મજિબાની માણતા ગામ લોકોને તથા ત્યાથી પસાર થતા વાહન ચાલકો તથા આજુબાજુની વાડી વિસ્તારનાં લોકો એકત્ર થઇ ગયા હતા. ડાલા મથ્થાએ મારણની મજિબાની માણતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

જોકે રસ્તા પર જ ડાલા મથ્થાએ પશુનું મારણ કરતા રસ્તા પરથી લોકોની અવર જવર થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. અને લોકો એ આ મારણનો લાઈવ વિડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. આ ગાય ગાભણી હોય તેનાં મારણ બાદ તેનાં બચ્ચાંનું પણ મારણ કર્યું હતું. જે સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલ છે.  ડાલા મથ્થા લોકો રસ્તા પરથી દૂર થઈ તેની રાહ જોઈ રહ્યા હતા તો બીજી તરફ ગામ લોકો આ લાઇવ જોવાની મજા માણતા જોવા મળી રહ્યા છે.