5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.
પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જામનગરની નવાનગર નેચર કલબ છેલ્લા સત્તર વર્ષથી પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે. સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
તેથી 5,જૂન 2024ના દિવસે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત દર વર્ષે શહેરના વિવિધ સ્થળો પર વૃક્ષા રોપણ કરવામાં આવે છે, અને આ વૃક્ષોની બે વર્ષ સુધી કાળજી લેવામાં આવે છે.