જામનગર શહેર-જિલ્લામાં વસ્તીની સાથે વાહનની સંખ્યામાં પણ વિસ્ફોટની સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, શહેર-જિલ્લામાં 5 વર્ષમાં નવા વાહનની સંખ્યામાં 1,69,738નો વધારો થયો છે. જેની સામે ત્રણ વર્ષમાં વાહન અકસ્માતનું પ્રમાણ વધતા 425 લોકોના મૃત્યુ નિપજયા છે.
બેંકોમાં અને ખાનગી ફાયનાન્સમાં સરળ હપ્તે લોનની સુવિધા, ઉંચા પગારધોરણના કારણે દિન-પ્રતિદિન શહેર-જિલ્લામાં વાહન વધી રહ્યા છે. જામનગર શહેર-જિલ્લામાં વધતી જતી વસતીની સાથે દરરોજ 110 થી 115 નવા વાહનની આરટીઓમાં નોંધણી થઇ હરી છે. પરંતુ વધતા વાહન સામે શહેરમાં પાર્કિંગની લેશમાત્ર સુવિધાથી ટ્રાફીક સમસ્યાએ અજગરી ભરડો લીધો છે.
જામનગર શહેર-જિલ્લામાં વાહની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે. દરરોજ 100થી વધુ નવા વાહનની આરટીઓમાં નોંધણી થતાં છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે વર્ષ-2019 થી 2023 સુધીમાં વાહનની સંખ્યામાં 1,69,738નો ઉમેરો થયો છે. જો કે, કોરોનાના કારણે વર્ષ-2020 અને 2021માં નવા વાહનની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો.