Gujarat

જામનગરમાં સ્ટાઈપેન્ડ મુદ્દે ડીનને રેસિડેન્ટ ડોકટરોએ આવેદન આપ્યું

જામનગર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટટર્સના સ્પાઇપેન્ડમાં વધારો કરવાની માંગને લઈને એમ પી શાહ સરકારી મેડિકલ કોલેજના ડીંનને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવારનો વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ ત્રણ વર્ષે રેસીડન્ટ ડોક્ટરનું નિયત કરેલ જોગવાઈ અનુસાર એટલે કે ઓછામાં ઓછું 40% સ્ટાઈંપેન્ડમેક વધારવામાં આવે.

2021 બાદ 2024 માં સ્પાઇપેન્ડમાં નિયત કરેલ જોગવાઈ અનુસાર વધારવામાં આવે નથી અને રજૂઆતમાં જણાવ્યું હતું જામનગર સહિત ગુજરાતની તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર આ બાબતમાં સરકારનું ધ્યાન દોરેલ હતું. લોકશાહીમાં સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી રેસીડન્ટ તેમની વ્યાજબી સ્પાઇપેન્ડ વધારાની માગણી સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જુનિયર ડોક્ટર એસોસિયેશન જામનગરના પ્રમુખ ડો.કિશોર દેથરીયા, ઉપપ્રમુખ ડો. કૃષ્ણ પટેલ, ડો.ઉર્વીક પોકીય સહિતના ડોકટરો જોડાયા હતા.