Gujarat

કેશોદમાં દિવાળીના દિવસે ભંગારના ડેલામાં આગ લાગતાં દોડધામ

આગની ઘટનાથી ખાનગી હોસ્પિટલમાં એડમિટ દર્દીઓને અન્ય જગ્યાએ સિફટ કરવામાં આવ્યાં હતાં આ ઘટના મામલે હોસ્પિટલ સત્તાવાળાઓએ અગાઉ ગંદકીની ફરિયાદ કરી હોવા છતાં તંત્રએ ભંગારનો ડેલો અન્ય જગ્યાએ ન ખસેડાતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાની વિગતો એવી છે કે દિવાળીના દિવસે કેશોદ બસ સ્ટેશન નજીક આવકાર હોસ્પિટલની બાજુમાં આવેલ એક ભંગારના ખુલ્લા ડેલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાલિકા ફાયર ટીમ ત્રણ બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટના સમયે આવકાર હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા મજબૂર બન્યાં હતાં. આગ લાગવા પાછળ સળગતાં ફટાકડા ભંગારના ડેલા ઉપર પડ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.