Gujarat

ગીરગઢડાના ખિલાવડ ગામે ધોળા દિવસે એક રહેણાંક મકાનમાં દીપડી ઘુસી જતાં અફડા તફડી મચી…

વનવિભાગના વેટેનરી ડો. દ્વારા દીપડીને બેભાન કરી પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો….

ગીરગઢડાના ખિલાવડ ગામે એક રહેણાંક મકાનમાં દીપડી ઘુસી જતાં આ રહેણાક વિસ્તારમાં રહીશોમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને આ અંગેની જાણ વન વિભાગને કરાતા રેશ્ક્યું ટીમ, ફોરેસ્ટ સ્ટાફ, અધિકારીઓ, પોલીસ સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયાં હતાં. અને રેશ્ક્યું કામગીરી હાથ ધરતા કલાકોની જહેમત બાદ દીપડીને વેટનરી ડોકટર દ્વારા બેભાન કરી પાંજરે પૂરવામાં આવતા આ વિસ્તારનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બનતા ગામ લોકો પોતાના મકાનો ઉપર ચઢ્યા હતા.
ગીર (પુર્વ)વન વિભાગ ઘારી હેઠળની જસાધાર રેન્જ હેઠળની ઘોડાવડી રાઉન્ડની ટીકરીયા-૩ બીટમાં ગીરગઢડાના ખીલાવડ ગામે થી ઇટવાયા જતા રોડ પર બાલુભાઇ કાળુભાઇ બારૈયાના રહેણાંક મકાનમાં બપોરે દિવસ દરમ્યાન અચાનક વન્યજીવ દિપડી ઘુસી ગયેલ હોવાની જાણ વન વિભાગના સ્ટાફને કરવામાં આવી હતી. જેથી વનવિભાગના રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ધારી તથા એમ. આર. ઓડેદરા, મદદનિશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર, ઘોડાવડી, જસાધાર, માંડવી રાઉન્ડના સ્થાનિક સ્ટાફ તથા ટ્રેર્કસ ટીમ તેમજ વેટરનરી ઓફીસર જસાધાર સાથે તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા.
અને રહેણાક મકાનમાં તપાસ કરતા દિપડી રહેણાંક મકાનમાં લપાઇને છુપાયેલ બેઠી તેને રેશ્કયું કરવા તેમજ ગ્રામ્ય રહેણાંક વિસ્તાર હોય આ દિપડી દ્વારા કોઇ જાનહાની કે માનહાની ન થાય તેની ગંભીરતા દાખવી સ્થળ કોર્ડન કરવામાં આવી હતી. અને ગીરગઢડા પોલીસને જાણ કરાતા પી.એસ.આઇ સહિત સ્ટાફ ખીલાવડ ગામે ઘટના સ્થળે દોડી ગયેલ હતા. અને એકત્ર થયેલને દિપડી દ્વારા કોઇ નુકશાન ન પહોંચે તેને ધ્યાને રાખી લોકોને વનવિભાગ અને પોલીસ દ્વારા દુર ખસેડી દિપડીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અને આ રહેણાંક મકાનમાં છુપાયેલ દિપડીને વેટરનરી ઓફીસર દ્વારા બેભાન કરી અને પાંજરામાં પુરવામાં આવી હતી. અને હાલ આ દિપડીને જસાધાર વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ઓબર્ઝવેશન માટે ખસેડવામાં આવેલ છે. આમ ખીલાવડ ગામે રહેણાંક મકાન માંથી દીપડીને વન વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ રેશ્કયું કરવામાં આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.