Gujarat

કચ્છમાં આછેરા ધૂમમ્સનો માહોલ છવાતા વાતાવરણ ધૂંધળુબન્યું, નલિયામાં 7.2 અને ભુજમાં 11.2 ડિગ્રીથી લોકો ઠૂંઠવાયા

કચ્છમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની અગમચેતી જાહેર કરાયા વચ્ચે આજે સતત બીજા દિવસે જિલ્લામાં ધૂમમ્સ જેવો માહોલ છવાયેલો રહેવા પામ્યો છે. જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી હતી, જેના કારણે માર્ગો ઉપર દૂરના દ્રષ્યો જોવામાં લોકોને તકલીફ પડી હતી. ધૂમમ્સના માહોલ સાથે ઠંડીનું જોર યથાવત રહેતા લોકોની અવરજવરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મોડેથી અચાનક ઠંડીમાં ઘટાડો વાર્તાયો હતો.

આજે જિલ્લાના તાપમાનની વાત કરવામાં આવે તો કચ્છની ટોચે આવેલું નલિયા વધુ એક વખત 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું શિત મથક જાહેર થયું હતું, જ્યારે ભુજનું ન્યૂનતમ તાપમાન 11.2 ડિગ્રીને સ્પર્શી ગયું હતું. ચાલુ માસ દરમિયાન સતત પડી રહેલી ઠંડીના પગલે જનજીવન પર તેની વ્યાપક અસર વર્તાઈ રહી છે.

ભુજની ખાનગી અને સરકારી શાળાઓમાં છાત્રોની ગેરહજરીનું પ્રમાણ વધી ગયું હોવાનું અંતરણહ6 સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઠંડીના પગલે ગરમ વસ્ત્રોની ખરીદીમાં સાંજના સમયે ભારે ભીડ જોવા મળી રહે છે. રાપરના ખેંગરપરમાં ઝાકળ વર્ષા એ હરીયાળી ઉપર પોતાની છાપ છોડતા મનભાવક દ્રષ્યો સર્જાયા હોવાનું મહાદેવ આહીરે જણાવ્યું હતું.