જયારે આદિવાસી વિસ્તારમાં જીવ ના જોખમે શિક્ષકો જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે. જયારે એક ઓરડાની દીવાલ અચાનક જ ધરાશય થઇ છે. આવી ઘટના જે ઓરડામાં બાળકો બેસે છે. ત્યાં બને તો મોટી જાનહાની થાય તેમ છે.
નસવાડી તાલુકાના પાલસર ગામે 1978માં ત્રણ જેટલા પ્રાથમિક શાળાના ઓરડા બનાવેલ છે. આ તમામ ઓરડા જર્જરિત છે. જયારે કમ્પાઉન્ડમાં આવેલ એક ઓરડાની દીવાલ પણ પડી ગયેલી છે. સાથે જે શાળાના ઓરડામાં ધોરણ 1 થી 5 માં 35 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તેઓને બે ઓરડામાં બેસાડવામાં આવે છે. જેમાં એક ઓરડો પતરા વાળો છે. તેની છતના લાકડા સડી ગયેલા છે. તાર બાંધીને લાકડાને બાંધવામાં આવેલ છે. જયારે બાળકોને બેસાડવામાં આવે છે.

તે ઓરડા જર્જરિત છે. અને ગમે ત્યારે ધરાશય થાય તેવી સ્થિતિ માં છે. તંત્ર દ્વારા આ ઓરડાઓનું સર્વે કરી દેવામાં આવ્યું છે. અને ઓરડા જર્જરિત છે. તેવો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે. હાલ તો બાળકો ને જર્જરિત રૂમોમાં બેસાડવામાં આવે છે. જયારે ત્રીજો ઓરડો છે. તે કમ્પાઉન્ડ માં આવેલો છે. તે ઓરડાની દીવાલ ધરાશય થઇ ગઈ છે. આ ઓરડો બાળકો કમ્પાઉન્ડ માં રમતા હોય અને ધરાશય થાય તો બાળકો દબાઈ જાય તેમ છે. જયારે બાળકો ને ભણવા માટે ટેબલ આપવમાં આવેલા છે. તે ટેબલ ધૂળ ખાઈ રહ્યા છે. બાળકો ને ટેબલ ઉપર શિક્ષણ કાર્ય મેળવવા માટે આપવામાં આવતા નથી. જયારે શાળા ના શિક્ષક ના જણાવ્યા મુજબ ટેબલો ઉપર શિક્ષણ કાર્ય કરાવવા માટે મુશ્કેલી પડે છે.

જયારે બે રૂમ અને બે શિક્ષક અલગ અલગ અભ્યાસ કરાવતા હોય ત્યારે પુરેપુરી જગ્યા બાળકો ને મળે છે. પરંતુ શિક્ષણ કાર્ય માટે ટેબલ આપવામાં આવતા નથી. નસવાડી તાલુકાના પાલસર ખાતે આવેલી શાળા ના ઓરડા તંત્ર બનાવતું નથી. અને હાલ બાળકો જીવ ના જોખમે અભ્યાસ તો કરી રહ્યા છે. પરંતુ ઓરડા ધરાશય થાય તો મોટી જાનહાની થઇ શકે છે. આદિવાસી વિસ્તાર માં વર્ષો થી જર્જરિત ઓરડા હોવા છતાંય શિક્ષણ વિભાગ વર્ષો સુધી કુંભકર્ણ ની નિંદ્રા માં ઊંઘતું રહ્યું હવે ગામેગામ ઓરડા જર્જરિત થઇ ગયા છે.
સરકાર એક સાથે ઓરડા બનાવવાની ગ્રાન્ટ ફાળવી શકતી નથી. અનેક ગામોમાં આવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. આદિવાસી વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે. તેની સુવિધા તંત્ર આપી શકતું નથી તેનો આ વરવો નમૂનો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

