Gujarat

રાધનપુરમાં ઠેર ઠેર ગંદકી રોગચાળાની દહેશત વચ્ચે જીવતા નગરજનો…

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુરમાં ઠેર ઠેર ગંદકી રોગચાળાની દહેશત વચ્ચે જીવતા નગરજનો…

*દેશના સ્વચ્છ શહેર ની યાદીમાં નામ ધારણ કરવા બાબતે પાલિકાની આંધળી દોડ..*

રાધનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં નગરને દેશના સ્વચ્છ શહેરની યાદીમાં નામ ધારણ કરવા બાબતે સર્ટિફિકેટ મેળવવા દરખાસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. શહેરના હાઇવે વિસ્તારમાં સફાઈ કામદારો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને રોગચાળા ની દહેશત સેવાઇ રહી છે.
રાધનપુર નગરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ રહેલા છે. પાણીનો નિકાલ ન થતા મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે જ્યારે શહેરના હાઇવે વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરાવવામાં આવતી નથી જેને લઈને ઠેર ઠેર ગંદકી ફેલાતા હાઇવે વિસ્તારમાં તાવ શરદી ખાંસી શરીર તૂટવું તેમજ વાયરલ ફીવર ના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. શહેરના ગ્રીનપાર્ક વિસ્તાર મસાલી રોડ પારસ નગર સોસાયટી રામનગર સોસાયટી સહિત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નગરપાલિકા ના સફાઈ કામદારો ખરા અર્થમાં પોતાની જવાબદારી પ્રમાણે કામગીરી કરતા નથી અને નગરની સફાઈની જવાબદારી ધરાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર ને પણ શહેરની સફાઈમાં રસ ના હોય તેવું જણાઈ રહ્યું છે. એક તરફ નગરપાલિકા દ્વારા રાધનપુર શહેરને દેશનું સ્વચ્છ શહેર બનાવવા બાબતે SBM ODF++ અને ગોર્બેજ ફ્રી સિટી માટે ૧ સ્ટાર સર્ટીફીકેટ મેળવવા દરખાસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ફેલાયેલ ગંદકી બાબતે નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈની કામગીરી કરાવવાના બદલે માત્ર કાગળ ઉપર શહેરને સ્વચ્છ બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું નગરજનોને પ્રતિત થઈ રહ્યું છે. નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરાવી દવાઓનો છંટકાવ કરવાની કામગીરી કરવામાં નહીં આવે તો નગરજનો જીવલેણ રોગચારા ના ભરડામાં ફસાશે તેવું જણાઈ રહ્યું છે.c

IMG-20240910-WA0022-2.jpg IMG-20240910-WA0023-1.jpg IMG-20240910-WA0024-0.jpg