Gujarat

રાજકોટમાં એક દંપતીએ મકાન બનાવવા બાબતે કોન્ટ્રાકટર સાથે છેતરપિંડી કરી

દીપક બોરીચા (ઉ.વ.૩૮) નામના કોન્ટ્રાક્ટર દ્વારા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડવી ગામ ખાતે રહેતા બટુક લુણાગરિયા અને તેની પત્ની વિરુદ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા બોરીચા ને મકાન બાંધકામના માલ તેમજ મજૂરીના રૂપિયા ૧૫ લાખ આપવાના જુદા જુદા બહારના બતાવી છેતરપિંડી આચરવામાં આવી છે અને આ સિવાય જ્ઞાતિને ઉલ્લેખીને અપમાનિત પણ કરવામાં આવ્યા છે.

પોલીસને આપેલી ફરિયાદમાં દીપક બરીયાએ જણાવ્યું છે કે તે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એક વર્ષ પૂર્વે જામકંડોરણા તાલુકાના દડવી ગામ ખાતે રહેતા બટુક લુણાગરીયાના મકાનનું બાંધકામ તેમણે માલ અને મજૂરી સાથે રાખ્યું હતું. કન્ડિશન મુજબ ૨૭,૩૧,૦૦૦નું ટોટલ કામ રાખવામાં આવ્યું હતું. કન્ડિશન મુજબ કામ શરૂ થતા પૂર્વે ૩૦ ટકા રકમ આપવાની હતી જે રકમ અંદાજે ૮,૧૯,૩૧૫ રૂપિયા જેટલી થતી હતી. પરંતુ બટુક લુણાગરિયા દ્વારા ફક્ત ૫,૫૦,૦૦૦ રૂપિયા જેવી રકમ કટકે કટકે આપવામાં આવી હતી. ત્યારબાદ ખોટા બહારનાઓ બતાવી કપાસ વેચાઈ જાય ત્યારબાદ પૈસા આપીશું તે પ્રકારના વાયદાઓ આપવામાં આવ્યા હતા. તેમજ પૈસાની ઉઘરાણી કરતા સમયે બટુક લુણાગરિયા અને તેની પત્ની દ્વારા તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો તેમ જ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદી દ્વારા જે અત્યાર સુધી બાંધકામ કરવામાં આવ્યું છે તેની માલ અને મજૂરી સાથે ૧૯,૧૧,૭૩૫ જેટલી રકમ થાય છે. ત્યારે હાલ સમગ્ર મામલે જામકંડોરણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ આરોપી પતિ-પત્નીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલા સમયમાં આરોપીઓ ઝડપાય છે તે જાેવું મહત્વનું બની રહેશે. મળતી વિગતો અનુસાર પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનીકલ સર્વિલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

File-02-Page-Ex-01-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *