Gujarat

રાજકોટમાં સવારે 7 વાગ્યાથી સાડા 4 કલાક 8 રસ્તા પર પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા, જાણો વૈકલ્પિક રસ્તા વિષે માહિતી

રાજકોટ શહેર ખાતે યોજાનાર તિરંગાયાત્રાને લઇ યાત્રાના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને તિરંગા યાત્રાને ટ્રાફિકનો અવરોધ ન થાય તે માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી 8 જેટલા રસ્તા ઉપર વાહનો માટે પ્રવેશ બંધ અને “નો પાર્કિંગ” ઝોન જાહેર કરવામાં આવેલ છે.

પોલીસ હેડ કવાટર્સ સર્કલથી બહુમાળી ભવન ચોકથી કસ્તુરબા રોડ ધરમસિનેમા ચોક, ચૌધરી હાઇસ્કૂલ ચોક, અરવિંદભાઇ મણીયાર હોલથી, જયુબેલી ચોક સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે “પ્રવેશ બંધ” અને “નો-પાર્કિંગ” ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ હેડ કવાટર્સથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો જુની.એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા તરફથી જઈ શકશે.

પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર

  • ટ્રાફિક શાખાથી ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો શ્રોફરોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ કવાટર્સ સર્કલ તરફથી જઈ શકશે.
  • સરકીટ હાઉસ આઉટ ગેઈટથી ચાણક્ય બિલ્ડીંગ ચોક તરફ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો ગેલેકસી 12-માળ બિલ્ડીંગથી જીલ્લા પંચાયત ચોકથી જઈ શકશે.
  • જામટાવર પીજીવીસીએલની ઓફિસથી ધરમ સિનેમા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ જુની એન.સી.સી.ચોક જઈ શકશે તેમજ જામટાવર ચોકથી હોસ્પિટલ ચોક ખટારા સ્ટેન્ડથી જઈ શકશે તથા પ્ર.નગર પોલીસ સ્ટેશન તરફથી ધરમસિનેમા તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે, જે તમામ પ્રકારના વાહનો સદર રોડ ફુલછાબ ચોકથી જઈ શકશે.
  • હોસ્પીટલ ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો હોસ્પીટલ ચોકથી કોર્ટ ચોકથી જઈ શકશે તથા હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો લીંમડા ચોક અને સદર રોડથી જઈ શકશે
  • હોસ્પીટલ ચોકથી લવલી ગેસ્ટ હાઉસ અરવિંદભાઇ મણીયાર હોલ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો હોસ્પિટલ ચોકથી કોર્ટ ચોકથી જઈ શકશે તથા હોસ્પીટલ ચોકથી લવલી ગેસ્ટ હાઉસ અરવિંદભાઇ મણીયર હોલ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો લોટરી બજારથી જઈ શકશે.
  • ભાભા ગેસ્ટ હાઉસ ચોકથી જયુબેલી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો પંચાનાથ મેઇન રોડ તરફ જઈ શકશે અને દિપક રોડ-વેઈઝ થી ઢેબર રોડ વન-વે માંથી જઈ શકશે.
  • પારેવડી ચોક તરફથી આવતી અને એસ.ટી બસ સ્ટેશન તરફ જવા માંગતી તમામ બસો હોસ્પીટલ ઓવર બ્રીજના સર્વિસ રોડ થી ખટારા સ્ટેન્ડથી ઢેબર રોડ ઢેબર ચોક થી એસ.ટી. બસ ડેપો તરફ જઇ શકશે અને એસ.ટી. બસ સ્ટેશન તરફથી જ્યુબેલી ચોક તરફથી પસાર થતી એસ.ટી.બસો ઢેબર ચોકથી ઢેબર રોડ ખટારા સ્ટેન્ડથી પારેવડી ચોક તરફ જઈ શકશે.