રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશીદારૂ તથા દેશીદારૂ શોધી ઈસમોને પકડી પાડેલ.
રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય. જે અનુસંધાને PI એન.જી.વાઘેલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડના તથા ચોકીના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી રેઇડો કરી વિદેશીદારૂ તથા દેશી-દારૂના તથા દેશી-દારૂ બનાવવાની ભઠ્ઠીના કુલ-૧૦ કેશો શોધી કાઢી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. દેશી-દારૂ કુલ-૨૬૦ લીટર, દેશી-દારૂ બનાવવાનો આથો ૨૨૦૦ લીટર, દેશી-દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો, અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કુલ-૧૬ બોટલ કુલ કિ.રૂ.૧,૨૨,૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.