સાણંદ તાલુકાના સરી મટોડા ગામે ખેતરોમાં વરસાદી પાણી તેમજ ઉપરવાસમાથી આવતું પાણી ભરાઇ જતાં 300 વીધા જમીનના પાક માં નુકસાન થાય તેમ છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો દ્વારા ડાંગરની રોપણી પણ નથી કરી શક્યા. આ અંગેની વિગત એવી છે કે સાણંદ તાલુકાના સરી મટોડા વચ્ચે 300 વીધાથી વધારે જમીન પાણીમાં ગરકાવ થયેલી છે આ અંગે ખેડૂત અગ્રણી મકવાણા સેવંતીલાલ ચુડાભાઈ મકવાણાએ જણાવ્યું છે મોરૈયા પરવાળા મટોડા તથા સરી ગામનું વરસાદી પાણી મટોડા તેમજ સરી ગામની વચ્ચે ગરનાળામાંથી પસાર થઈ સરી ગામના ખેડૂતો ની જમીન માંથી પસાર થાય છે સરી ગામના ખેડૂતો દ્વારા સરી ગામે થી નેશનલ હાઇવે તરફ જતા રોડ પર વાદ વિવાદોમાં માટી પુરાણ કરી નાળા બંધ કરી દેવાતાં સરી મટોડા ગામના ખેતરો બેટ માં ફેરવાઈ ગયા છે.

આ અંગે ગંભીર નોંધ લઇ સરકારી અધિકારીઓ દ્વારા નાળા ખોલાવી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો ની માંગ છે પાણી નિકાલ ની કોઈ વ્યવસ્થા નહીં થાય તો ડાંગર ની રોપણી પણ થઇ શકે તેમ નથી 300 વીધા થી વધારે જમીન માં ખેડૂતો ને નુકસાન થાય તેમ છે ડાંગરનું ધરૂ પણ તૈયાર જ છે પણ પાણી નો નિકાલ થતાં નથી અને ખેડૂતો રોપણી કરી શકતાં નથી. ભૂતકાળમાં પણ એવીજ સ્થિતિ જોવા મળી હતી ત્યારે અત્યારે પણ એની એજ સ્થિતિ ખેડૂતો ને નુકશાનની ભોગવવાનો વારો આવી શકે તેમ છે